ધારી પો.સ્ટેની સર્વેલન્સ ટીમે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૩૦૪૨૫/૨૦૨૩ I.P.C કલમ ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ૩(૧)આર.એસ.૩(૨)પઅ મુજબ ગુન્હો આચરી આરોપીઓ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય,
જેથી ટેકનીક્લ સોર્સ અને બાતમી હકીકત આધારે ધારી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા ધારી પો.સ્ટે વિસ્તારમાંથી આરોપીઓને પકડી પાડવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓની વિગત :-
(૧) લખધીરભાઇ ઉર્ફે રઘોભાઈ મનુભાઇ વાળા રહે ભરડ તા ધારી જી.અમરેલી.
(૨) મહીપતભાઇ દાદભાઇ વાળા રહે ભરડ તા.ધારી જી.અમરેલી.
(૩) દિલીપભાઇ ઉર્ફે દિપુભાઈ ઓઢાભાઇ સાભાડ રહે.ભરડ તા.ધારી જી.અમરેલી.
પો.ઇન્સ જે.જે.ચૌધરી, પો.સબ.ઇન્સ એચ.જી.મારૂના માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્ટેની સર્વેલન્સ ટીમના હેડ કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા પો કોન્સ રામકુભાઇ આલેગભાઇ કહોર તથા પો.કોન્સ આલીંગભાઇ ચંપુભાઇ વાળા તથા એ.એસ.આઇ એચ એસ વાળા તથા હેડ કોન્સ જીતેન્દ્રભાઇ પ્રવિણભાઇ ભેડા તથા પો કોન્સ અનકભાઇ કાળુભાઇ મોભ દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.