લીંબડી તાલુકાના એક ગામમાં રહેતો બળદેવ નારાયણભાઈ પરમાર મજૂરી કામ કરતો હતો. રજા અને વાર તહેવારે બળદેવ પરમાર વતન આવતો હતો. બળદેવ જ્યારે પણ રજા પર ઘરે આવતો ત્યારે પાડોશમાં રહેતી યુવતીના ઘરે જતો હતો. યુવતી પણ બળદેવના ઘરે આવતી જતી હતી. દોઢેક વર્ષ પહેલાંની એક રાતે યુવતી અને તેના દાદી સૂતા હતા તે રૂમમાં બળદેવ પ્રવેશ્યો હતો. યુવતીનું મોઢું બંધ કરી મારી નાખવાની ધમકી આપી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.બનાવના વીસેક દિવસ પછી બળદેવના માતા મનુબેન પરમાર યુવતીને ઘરે આવી તેને ઘરકામ કરવા માટે બોલાવી ગયા હતા. પાડોશીના નાતે યુવતી બળદેવના ઘરે કામ કરવા ગઈ હતી. યુવતી ધાબા ઉપર કામ કરી રહી હતી ત્યારે બળદેવે તેને પકડી લીધી હતી. માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી બળદેવે ફરીવાર યુવતી પર દુષ્કર્મ કર્યું હતું. પંદરેક દિવસ પહેલાં યુવતીની તબિયત લથડતા હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. તપાસ બાદ ડોક્ટરે યુવતી ગર્ભવતી હોવાની વાત કરી હતી. ત્યારબાદ યુવતીએ પરિવારજનોને સઘળી હકીકત અંગે વાત કરી હતી. અવારનવાર દુષ્કર્મ કરી યુવતીને ગર્ભવતી બનાવનાર બળદેવ પરમાર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शाखा प्रबंधक के स्थानांतरण पर स्टाफ ने दी विदाई
गुनौर : जिला सहकारी बैंक शाखा गुनौर के शाखा प्रबंधक राजेंद्र मिश्रा का स्थानांतरण...
मुंबई के सभी टोल हुए फ्री, Maharashtra चुनाव से पहले CM शिंदे का बड़ा फैसला
मुंबई। Mumbai toll Tax free महाराष्ट्र विधानसभा चुनाव से पहले मुख्यमंत्री एकनाथ शिंदे ने बड़ा...
অসম চিকিৎসা মহাবিদ্যালয়লৈ যোৱা পথত নিষেধাজ্ঞা আৰক্ষীৰ
অসম চিকিৎসা মহাবিদ্যালয়ৰ যাতায়ত সুশৃংখলিত কৰাৰ বাবে পল্টন বজাৰৰ পৰা অসম চিকিৎসা...
মৰাণত ৰসহ্যজনক ভাৱে সন্ধানহীন মাইক্ৰফাইনেঞ্চ কোম্পানীৰ বিষয়া, ৮ আক্টোবৰৰ পৰা সন্ধানহীন বিষয়াজন
মৰাণত ৰসহ্যজনক ভাৱে সন্ধানহীন মাইক্ৰফাইনেঞ্চ কোম্পানীৰ বিষয়া, ৮ আক্টোবৰৰ পৰা সন্ধানহীন বিষয়াজন