નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન" અભિયાન અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમ અંતર્ગત નૃત્ય ભારતી ડાન્સ એકેડેમી દ્વારા "ભારત હમકો જાન સે પ્યારા હૈ..." ગીત રજૂ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સવા ગ્રુપ, જોરાવરનગર દ્વારા "ચંદન હૈ ઇસ દેશ કી મિટ્ટી"ગીત પ્રસ્તુત કર્યું હતુ, જેણે ઉપસ્થિતજનોમા અનેરુ આકર્ષણ જમાવ્યું હતુ. ત્વિષા વ્યાસ એન્ડ ધી ડાન્સિંગ વાયોલીન ગ્રુપ, બારડોલી દ્વારા ભરતનાટ્યમ દ્વારા આઝાદીના વિવિધ ગીતો પર ડાન્સ રજૂ કર્યો હતો. જેને સમગ્ર હોલમાં દેશભક્તિનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. ત્યારબાદ લોક ગાયિકા મનિષા બારોટ એન્ડ ગ્રુપ દ્વારા વિવિધ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. જેને લોકોએ મન ભરીને માણ્યા હતા.આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટ સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.