સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ ભાગ-1 અને 2ની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી. સંકલન ભાગ-1ની બેઠકમાં ધ્રાંગધ્રા તાલુકાના ઔધોગિક એકમો સાથે થયેલા MOU સંદર્ભે, તૂટી ગયેલા માર્ગોનાં સમારકામ બાબતે, ખેડૂત ખાતેદારને વીજ કનેક્શન બાબતે પડતી સમસ્યાઓ ઉપરાંત દસાડા તાલુકામા જમીન બાબતના 7/12ના પ્રશ્નો,થાનગઢ તાલુકામા જમીનના પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નો સંદર્ભે જિલ્લા કલેકટરે આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપતા નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી હતી. જ્યારે સંકલન ભાગ-2ની બેઠકમાં જિલ્લા કલેકટરે સરકારી લેણાઓની બાકી વસૂલાત, ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓની અરજીઓ/પ્રશ્નો, કચેરીઓમાં થતી આર.ટી.આઈ, એ.જી.ઓડિટના બાકી પારા, નિવૃત થતા કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓના નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.આ ઉપરાંત, આગામી સમયમા જન્માષ્ટમી સહિતના મેળાઓનું આયોજન થનાર છે. ત્યારે વિવિધ વિભાગો તરફથી અપાતીઓ મંજૂરીઓ બાબતે, 'દૂધ સંજીવની યોજના'ને વધુ અસરકારક રીતે અમલી બનાવવા સહિતની બાબતો અંગે વિગતવાર ચર્ચા હાથ ધરવામાં આવી હતી
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं