મુળી તાલુકામાં આવેલા કોલ્ડ સ્ટોરેજના કારખાનામાં જુગાર રમતા 14 શખ્શોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. જેમાં મુળી તાલુકાના શેખપર જીઆઈડીસીમાં આવેલા એન.એસ.કોલ્ડ સ્ટોરેજ કારખાનામાંથી જુગાર રમતા 14 શખ્શો મુદ્દામાલ સાથે ઝડપાયા છે.સુરેન્દ્રનગર dysp સ્કવોડ દ્વારા મુળી તાલુકાના શેખપર જીઆઈડીસીમાં આવેલા એન.એસ.કોલ્ડ સ્ટોરેજ કારખાનામાંથી રોકડ રૂ. 1.04 લાખ, 14 મોબાઈલ કિંમત રૂ. 66,000, બે કાર કિંમત રૂ. 23 લાખ, બે બાઈક કિંમત રૂ. 1.20 લાખ મળી ફૂલ રૂ. 25.90 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.હાલમાં શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ મોટાપાયે જુગાર રમતા યુવાનો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે Dysp સ્કવોડની રેઇડથી સ્થાનિક પોલીસ તેમજ LCB ટીમની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે મુળી તાલુકામાં આવેલા કોલ્ડ સ્ટોરેજના કારખાનામાં જુગાર રમતા 14 શખ્શોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે