વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામમાં ઘણા સમયથી અનુસૂચિત જાતિ વિસ્તારમાં વિકાસના કામ થતા ન હતા. ત્યારે રાઠોડ સુનિલભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં આ વિસ્તારમાં પેવર બ્લોક ગટર લાઈન કામ કરવામાં આવ્યા હતા. જેમાં ગામના સરપંચ મુક્તાબેન ભરતભાઈ કાલીયા વધુમાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ વિસ્તારમાં ઘણા વિસ્તાર વિકાસના કામથી બાકી છે એ પણ અમે વહેલી તકે પૂરા કરી હૈયા ધારણા આપી હતી. વઢવાણ તાલુકાનું ગુંદીયાળા ગામમાં વિકાસના કામ ચાલુ કરવામાં આવતા આ કાર્યની કામગીરી માટે નાયબ મુખ્ય દંડક-ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા વહીવટી તંત્ર તાલુકા વિકાસ અધિકારી અર્પનભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ગુંદિયાળા ગામના તલાટી સરપંચ મુક્તાબેન ભરતભાઈ કાલીયા, રમેશભાઈ રબારી ગામ પંચાયતના સદસ્યોને ગ્રામજનોએ બિરદાવ્યા હતા. જ્યારે આ અંગે સરપંચ મુક્તાબેન ભરતભાઈ જણાવ્યું હતું કે ગુંદિયાળા ગામમાં અન્ય વિસ્તારોમાં જે વિકાસના કામ બાકી છે જે સમયાંતરે કરવામાં આવશે.