માસૂમ બાળકી ને કૂતરાએ બચકુ ભરી દેતા પરિવાર જનો તેને આહવા સિવિલ હોસ્પિટલમાં લઇ જતા સિવિલમાં યોગ્ય ઈંજેકશન નહીં હોવાથી સારવાર આપવાની જગ્યાએ વલસાડ રિફર કરતા બેદરકારી સામે આવી છે..
સુબીર તાલુકાના પાંઢર પાડામાં રહેતી સંધ્યા સંદીપભાઈ ગાયકવાડ ઉમર 4 વર્ષ ને ગુરૂવારે ગાલનાં ભાગે એક કૂતરાએ બચકું ભરી દેતા પરિવાર જનો તેને સારવાર અર્થે પીપલદહાડ સીએચસીમાં લઈ ગયા હતા, જ્યાંથી સુબીર સીએચસીમાં રિફર કરવામાં આવી હતી..
જ્યાં પણ સારવાર નહીં થતા આહવા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ માં દાખલ કરવામાં આવી હતી..
આહવા સિવિલ હોસ્પિટલમાં યોગ્ય ઈન્જેકશન નહીં હોવાથી દર વખત ની જેમ આ બાળાનાં પરિવાર ને વલસાડ જવા કહેવાતા દ્વિધામાં મુકાયો હતો અને રીફર ફોર્મ પર સહી કરાવી લેવાઇ હતી..
આહવા સિવિલ હોસ્પિટલમાં ડાંગથી તેમજ અન્ય રાજ્ય માંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે પરંતુ ડોગ બાઈટની પ્રાથમિક ઉપચાર નહીં મળે તે નવાઈની બાબત છે, અહીં આવતા મોટા ભાગનાં દર્દીઓને વલસાડ સિવિલનાં દર્શન કરવા જ પડે છે. જેથી રાજ્યની ડબલ એન્જીન વાળી સરકાર ડાંગ વાસીઓ નાં આરોગ્યની ચિંતા કરે તે જરૂરી બની ગયું છે..