DANTIWADA // દાંતીવાડા ના ડેરી ગામના યુવક ઉપર રીંછે કર્યો હુમલો..

દાંતીવાડા તાલુકાના ડેરી ગામના યુવક પર રીંછે હુમલો કર્યો છે. ડેરી ગામના આયદન રબારી નામના યુવકના માથાના ભાગે રીંછે બચકા ભરતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, યુવક પર રીંછે હુમલો કરતા યુવક લોહીલુહાણ થયો હતો. જેથી યુવક ને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રીંછના હુમલાને લઈ ગ્રામજનોમાં ભય ફેલાયો છે, તેમજ વન વિભાગે સમગ્ર ઘટનાને લઇ તપાસ હાથ ધરી છે.