સમીથી શંખેશ્વર તરફ જવાના માર્ગ પર ઉસ્માનીયા રેસીડેન્સી નજીક કાર ચાલકે એક બાઈકને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવાર રોડની સાઈડમાં ફંગોળાઈ ગયો હતો. જેથી તેને ગંભીરઈજા પહોંચતા તેનું મોત થયું છે. બીજી તરફ અકસ્માતમાં કાર પણ રોડની સાઈડમાં ચોકડીઓમાં ઉતરી ગઈ હતી. આ સમગ્ર મામલે કાર ચાલક અકસ્માત સર્જી સમી પોલીસ મથકે હાજર થયો હતો.

સમી ખાતે રહેતા ચાલુસેર મહંમદ સૈયદ રોજ ગુરૂવારના રોજ તેમના ખેતરે કામ અર્થે ગયાં હતા. ખેતરનું કામ કાજ પતાવી પોતાના ધર તરફ ફરી રહ્યાં હતા. તે દરમ્યાન સમીથી શંખેશ્વર રોડ પર સમી પોલીસ મથકથી સમી ચેક પોસ્ટની વચ્ચે આવેલ ઉસ્માની રેસીડેન્સી નજીક પહોંચતા સામે આવી રહેલ કાર ચાલકે પોતાની કાર પુર ઝડપી દોડાવી ગફલતભરી રીતે હંકારી બાઈક ચાલકને ટક્કર મારતાં બાઈક સવાર રોડ પર પછડાયો હતો. જેને લઈ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જી કાર રોડની સાઈડમાં ચોકડીઓમાં ઉતરી ગઈ હતી. અકસ્માત થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

બાઈક સવારને 108 મારફતે સમી રેફરલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે બાઈક ચાલકે મૃત જાહેર કરતાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યાં મુજબ કાર ચાલક અકસ્મા સર્જી પોલીસ મથકે હાજર થયો હતો.