હાલ વરસાદે વિરામ લીધો છે તેને ઘણો  સમય થવા આવ્યા છે ત્યારે હાલ ખેડૂતો દ્વારા પોતાના ખેતર માં વાવેલ મગફળી નો પાક સુકાય રહીયો છે જેને કારણે ખેડૂતો દ્વારા પોતાના આ પાક ને પાણી આપવાની તાતી જરૂરિયાત ઉભી થવા પામી છે ત્યારે ખેડૂતો દ્વારા પિયત ની કામગીરી નો પ્રારંભ તો કરી દેવામાં આવ્યો છે .જ્યારે ખેતર માં આવેલ કુવાઓમાં પાણી પણ છે પરંતુ PGVCL દ્વારા પાવર નથી મળી રહીયો જેથી ખેડૂતો મુંજાયા છે 

ત્યારે માળીયા હાટીના તાલુકા ના ઘણા ગામડાઓમાં PGVCL દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાથી ખેડૂતો ગુસ્સા માં જોવા મળી રહિયા છે .ખેડૂતો દ્વારા જમીન દોસ્ત થઈ ગયેલા વિજપોલ અને ઢીલા પડી ગયેલા હીંચકા ની જેમ જુલતા વીજ વાયરો ની મરામત કરવા PGVCL ને લેખિત અને મૌખિક વારંવાર જાણ કરવામાં આવતા PGVCL દ્વારા સ્ટાફ ન હોવાનું જણાવી ગલ્લા તુગલા કરવામાં આવી રહિયા છે જ્યારે અમુક જગ્યા પર ખુદ ખેડૂતો PGVCL નું કામ કરતા પણ જોવા મળ્યા છે ત્યારે માળીયા હાટીના તાલુકા માં PGVCL ની શરમજનક ઘટનાઓ સામે આવી રહી છે 

જ્યારે ખેડૂતો દ્વારા વહેલી તકે કામગીરી કરવા ની માગ કરવામાં આવી છે અને જો નહીં કરવામાં આવે તો આગળ ના દિવસો માં ઉચ્ચ  કક્ષાએ રજુવાત કરવા પણ જણાવ્યું હતું

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) સંપર્ક :- 9925095750