ગોધરા તા.

ગોધરા એલ.સી.બી. શાખાની ટીમે ૧૫'ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વના દિને ગોધરા દાહોદ હાઈવે ઉપર કેવડીયા પાસે નાકાબંધી કરીને લેલન્ડ ટ્રકમાં જુના કાપડના જથ્થાની આડશોમાં ગોધરા તરફ આવી રહેલા આ ટ્રકમાંથી અંદાઝે ₹ ૧૧.૬૬ લાખના વિદેશી શરાબની ૩૪૦ પેટીઓ એટલે કે ૪૦૮૦ બોટલોનો જંગી જથ્થો ઝડપી પાડીને આંતર રાજ્ય બુટલેગર સિન્ડીકેટ ગેંગના પ્રયાસને નિષ્ફળ બનાવીને રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર મોહનસિંગ ભવરસિંહ રાજપૂત રહે.ભાદવી ગુડા, ચોર બાઓરીની ધરપકડ કરી હતી. જ્યારે ટ્રકમાં વિદેશી શરાબનો જથ્થો ભરી આપનાર ઈન્દોરના સંદીપ પી.પાટીલને વોન્ટેડ જાહેર કરીને અંદાઝે₹ ૨૧.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા દારૂની અસામાજીક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવાના સૂચનોના અમલ માટે ગોધરા એલ.સી.બી. શાખાના પી.આઈ. એન.એલ.દેસાઈએ પોતાની ટીમને સતર્ક રહેવાના આદેશો આપ્યા હતા. ૧૫' ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીઓના માહૌલમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ગોધરા એલ.સી.બી. ટીમના એ.એસ.આઈ.નાદીરઅલી નિઝામુદ્દીનને ગુપ્તરાહે બાતમી મળી હતી કે એક અશોક લેલન્ડ ટ્રક યુ.પી.૧૪.એચ.ટી.૫૩૬૨માં વિદેશી શરાબનો જથ્થા સાથે દાહોદથી ગોધરા તરફ આવી રહી હોવાના સંદેશા સાથે જ ગોધરા એલ.સી.બી. શાખાના પી.એસ.આઈ. એસ.આર.શર્મા ટીમના સભ્યો સાથે ગોધરા દાહોદ હાઈવે ઉપર કેવડીયા ગામ પાસે નાકાબંધી કરીને આ ટ્રકને આંતરીને રાજસ્થાનના ડ્રાઈવર મોહનસિંગ રાજપૂતને તપાસ કરતા જુના કાપડના જથ્થાની આડશોમાં છુપાવેલ વિદેશી શરાબની ૩૪૦ પેટીઓનો જથ્થો એટલે કે ₹ ૧૧.૬૬ લાખની કિંમતની ૪૦૮૦ બોટલોના જંગી જથ્થા સાથે ₹ ૨૧.૭૯નો મુદ્દામાલ જપ્ત કરીને ગુજરાતમાં વિદેશી શરાબનો જથ્થો ઘુસાડનારા આંતર રાજ્ય બુટલેગર ખેપીયો ઈન્દોરના સંદીપ પી.પાટીલને વોન્ટેડ જાહેર કર્યો હતો.