સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ.આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી હિતેષભાઈ વ્યાસ, કે જેઓ સંઘની જમ્મુ કશ્મીર અધ્યયન કેન્દ્ર, વિભાગ કેન્દ્ર પ્રબદ્ધ શ્રેણી પ્રમુખ અધ્યયન કેન્દ્ર તરીકે ફરજ બજાવે છે. તેઓએ પણ આ સેમીનારમાં ખાસ હાજરી આપેલ. તેઓએ પોતાના પ્રાસંગીક ઉદ્બોધનમાં જણાવેલ કે,જમ્મુ કશ્મીર અને લડાખમાં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કશ્મીરમાં આવેલ પરીવર્તનો વિશે માહિતગાર કર્યા વધુમાં જણાવેલ કે આ કલમનાં હટવાથી જે વિદ્યાર્થીઓ વચ્ચે જે શૈક્ષણિક ગેપ પડી ગયેલ છે. તે વિકાસ હવે ઝડપથી થઈ રહ્યો છે.જમ્મુ કશ્મીર અને લેહ લડાખમાં જે આમુલ પરીવર્તનો આવી રહ્યા છે. તે અંગે માહિતી આપતા વધુમાં જણાવ્યું કે ત્યાં પરંપરાગત ઉદ્યોગો અને આધુનિક ઉદ્યોગોના સમન્વયથી એક સમૃદ્ધી આવી છે પહેલાં કરતાં રોજગારીની સગવડોમાં વધારો થયો છે.કલમ 370નાં હટવાથી ત્યાંના લોકોને રમતગમત ક્ષેત્રમાં પણ ખુબ આગળ વધવા પામ્યા છે.જેમ કે ક્રિકેટમાં અબ્દુલ સમદ, અને મીથુન મન્હાસ, શાર્પ શૂટરમાં રાઈનસિંગ, અને ફુટબોલમાં મહેઝુદ્દીન વાડુંએ પોતાની સફળતાથી જમ્મુ કાશ્મીરનું નામ દુનીયામાં કર્યુ છે.આમ આ કલમોનાં હટાવાથી જમ્મુ કશ્મીરમાં આવેલ આર્થિક અને સામાજીક પ્રગતી વિશે જણાવેલ.આ કાર્યક્રમને સફળ બનાવવામાં સુરેન્દ્રનગર યુનિવર્સિટીનાં ચેરમેનશ્રી ઈન્દ્રસિંહ ઝાલા, હિતેષભાઈ વ્યાસ, તપનભાઈ જાની, હાર્દિકભાઈ વ્યાસ, મયુરભાઈ રાજગુરૂ તથા સુરેન્દ્રનગર યુનિવર્સિટીના સ્ટાફ હાજર રહ્યો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं