ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે દેવીપુજક વાસ પાસે ચાલતા જુગાર પર દરડો પાડતા પોલીસને જોઈને જાહેરમાં જુગાર રમતા જુગારીઓમા નાશ ભાગ મચી ગઈ હતી. પણ પોલીસ પૂર્વ તૈયારી સાથે આવી હોવાથી જુગારીઓ ભાગવામાં સફળતા રહે તે પહેલા આરોપી જીગ્નેશ લાભુ, રમેશ ભુપત દેગામા, અશ્વિનભાઈ નાગરભાઈ, અશ્વિન નાગર વિધાણી, રાજેશ લાભુ લીલાપરા, રતિલાલ રાઘુભાઈ કુરિયા, મુમાભાઈ હીરાભાઈ કુરિયા અને શિવાભાઈ ભગવાનભાઈ વડકીયાને જુગાર રમતા રોકડ 13,820 ચાર મોબાઈલ કિંમત 13000 આમ કુલ મુદ્દા માલ 26,820 સાથે ઝડપી પાડયા હતા. ધાંગધ્રા તાલુકા પોલીસમાં આરોપી સામે જુગારઅંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તાલુકો પોલીસના હેડ કોન્સ્ટેબલ વિક્રમ રબારી, માંગીલાલ, પી.ડી.વાઘેલા અને સ્ટાફ દ્વારા બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે દરોડો પાડયો હતો. આમ પોલીસ દ્વારા જુગારીઓ સામે કડક કામગીરી કરવામાં આવતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं