થરાદમાં જમીનન બાબતે 14 માણસોએ ખેતરના ઉભા પાકમાં નુકશાન કરવા ઉપરાંત ઘાતક હથીયારો વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.પ્રભુભાઈ કાળાભાઈ માજીરાણાએ થરાદ મથકમાં દિલીપભાઈ સારંગભાઇ રાજપુત (રહે.ખીમાણાવાસ,તા.વાવ) તથા બીજા 14 શખસો સામે મંગળવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જમીનનો ખોટી રીતે દસ્તાવેજ બનાવીને દિલીપભાઇ તથા તેમના માણસોએ તેમના નામે કરેલ છે. જેની અદાવત રાખી આ દિલીપભાઈ રાજપુત તથા બીજા 14 શખસો સાથે પ્રભુભાઈ કાળાભાઈના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગવારના પાક ઉપર જેસીબી મશીન અને ટ્રેક્ટરથી નાશ કરી નુકસાન કરી હુમલો કરી ગંભીર ઇજાઓ કરી ફેક્ચર કર્યું હતું.

તેમજ તેઓ ફોનમાં વીડિયો ન બનાવે તે માટે તેમના મોબાઈલ કઢાવી લીધા હતા.ઈશ્વરભાઈને લોખંડની ટોમી અને ધોકા વડે માર મારી પગના ભાગે ગંભીર ઈજા કરી ફેક્ચર કર્યું હતું. પોલીસે તમામ સામે ફરિયાદ નોંધી હતી. તદુપરાંત નાયબ કલેકટરને શનિવારે આવેદન પણ આપ્યું હતું. જેમાં તેમની અરજદારની માલિકીની જમીનનો કબજો પચાવી પડાવી લેવા માટે તેમના પર હુમલો કર્યો હોઇ તેમજ ભવિષ્યમાં પણ હુમલો કરી જાનથી મારી નાખે તેમ હોઇ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.