આજરોજ તા /૧૫/૦૮/૨૦૨૨ ના રોજ, ૭૬ માં સ્વતંત્ર દિનની ઉજવણી તાલુકા કક્ષાની ઉજવણી જાફરાબાદ તાલુકાના વડલી ગામે પ્રાથમિક શાળા માં કરવામાં આવી હતી આ ઉજવણી માં ગણમાન્ય અતિથિ શ્રી ઓ પદાધિકારીઓ અધિકારીઓ શ્રી ઓ અને નાયબ મામલતદાર શ્રી કુબાવત સાહેબ ના વરદહસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજ ને સલામતી આપવા આવી હતી આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ શિક્ષકગણ આચાર્ય શ્રી રોહિત ભાઈ અને પી.એસ.આઇ.શ શ્રી વાઘેલા સાહેબ , ટીપીઓ શ્રી બારડ સાહેબ, તલાટી મંત્રી શ્રી હબસીભાઈ , ગામ ના સરપંચ શ્રી ગામના અગ્રણી ઓ નાગરિકો તેમજ પોલીસ સ્ટાફ, તેમજ , હોમગાડૅઝ તેમજ ફોરેસ્ટ વિભાગ, તેમજ શિક્ષકગણ, આંગણવાડી ના કાર્યકર બહેનો તેમજ વિધાર્થીઓ, અને આમંત્રિત મહેમાનો માં સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ (એન.જી.ઓ.) ના ચેરમેન તેમજ સ્ટ્રીટ ન્યુઝ ગુજરાત ના વરિષ્ઠ પત્રકાર એચ.એમ.ઘોરી તેમજ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ( એન.જી.ઓ. ) ના પ્રમુખ શ્રી અને પત્રકાર શ્રી કિશોરભાઈ આર. સોલંકી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણી ના ભાગરૂપે વૃક્ષારોપણ વન ખાતાના સૌજન્યથી શાળા ના મેદાન માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિધાર્થીઓ ની ત્રિરંગા યાત્રા ગામના મુખ્ય માર્ગો પણ કાઢવામાં આવી હતી કાર્યક્રમ રંગેચંગે પૂર્ણ થયો હતો