પાટડીના માલવણ ધ્રાંગધ્રા હાઇવે પરથી ગાડીમાંથી વિદેશી દારૂની 223 બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. બજાણા પોલીસે વિદેશી દારૂની 223 બોટલો, 1 મોબાઇલ અને સેવરોલૅટ ગાડી મળી કુલ રૂ. 3,88,625ના મુદામાલ સાથે બેચરાજીના એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ માલવણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો, ત્યારે એમને પાક્કી બાતમી મળી હતી કે, માલવણ ધ્રાંગધ્રા હાઇવે પર રામદેવ હોટલ સામે રોડ પર વિદેશી દારૂના જથ્થા સાથે સેવરોલેટ ગાડીને બજાણા પોલીસ સ્ટાફે છટકું ગોઠવી આંતરીને પકડી પાડી હતી.આ ગાડીમાંથી ચાલક સંજય અશ્વિનભાઈ શાહ (વાણીયા) ઉંમર વર્ષ- 32 ( રહે-બેચરાજી, મહેસાણાને જુદી જુદી બ્રાંડની વિદેશી દારૂની બોટલો નંગ- 223 કિંમત રૂ.83,625, મોબાઇલ નંગ- 1 કિંમત રૂ. 5,000 અને સેવરોલેટ ગાડી કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,88,625ના મુદામાલ સાથે ઝબ્બે કરી અને દારૂ ભરી આપનારા દાંતીવાડા અને દારૂ ખરીદનારા મોરબીના માળીયા ગામના શખસ વિરુદ્ધ દારૂ અંગેનો ગુનો નોંધી એમને ઝબ્બે કરવાની તજવીજ સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, કીશોરભાઇ પારઘી, ભાવેશ રાવલ, યશપાલસિંહ રાઠોડ, રોહીતકુમાર પટેલ અને નરેશભાઈ મેર સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  OnePlus ने कर ली तैयारी! जनवरी में लॉन्च करेगा दो तगड़े स्मार्टफोन, स्मार्टवॉच और ईयरबड्स भी होंगे पेश 
 
                      OnePlus Winter Launch Event वनप्लस अगले महीने अपनी OnePlus 13 सीरीज को लॉन्च करने की तैयारी कर...
                  
   લાખણી મામલતદાર એમ ડી ગોહિલ.ગરીબ પરિવારના ઘરે પહોંચી તમામ વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી હાથ ધરાઈ #enews 
 
                      લાખણી મામલતદાર એમ ડી ગોહિલ.ગરીબ પરિવારના ઘરે પહોંચી તમામ વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી હાથ ધરાઈ #enews
                  
   હિન્દુ ભાઈ દ્વારા મુસ્લિમ બહેન ને 51000 નું મામરું આપી કોમી એકતા ની મિસાલ પુરી પાડી 
 
                      ખેડા ઠાસરા 
 
ઠાસરા તાલુકાના ખડ ગોધરા માં કોમી એકતા ની મિસાલ હિન્દૂ ભાઈ એ મુસ્લિમ...
                  
   
  
  
  
  