ગળતેશ્વર તાલુકાના અંગાડી મુકામે આવેલ પંચાયત ખાતે ૭૭ મા સ્વતંત્રતા દિવસ ની ભરપૂર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉદભોદન ગામના અગ્રણી માજી સરપંચ મીનેશભાઈ પટેલ અને ક્રિષ્નાબેન તલાટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે આઝાદી ની લડાઈ મા પોતાના જીવની બલિદાન આપનાર વીર યોદ્ધાઓ ના ઇતિહાસ નું વર્ણન કર્યું હતું. ૭૭ માં સ્વતંત્રતાદિન નિમિત્તે બાળકો દ્વારા દેશ ભક્તિ અને રાષ્ટ્રગીત યોજવા માં આવ્યું માજી સરપંચ મીનેશભાઈ પટેલ અને ક્રિષ્નાબેન તલાટીના અધ્યક્ષ સ્થાને યોજવા માં આવ્યો હતો.અંતે શાળાના બાળકો ને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર