દિયોદર ખાતે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ૭૭ માં સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી.બનાસકાંઠા જિલ્લા કક્ષાના ૭૭ માં સ્વતંત્ર પર્વની ઉજવણી દિયોદર શ્રી વી.કે વાઘેલા હાઈ.ખાતે રાજ્યકક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના અધ્યક્ષ સ્થાને ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી.મંત્રી શ્રી એ પરેડ નું નિરીક્ષણ કર્યું હતું.બાદમાં વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા.જેમાં શક્તિસેવા કેન્દ્ર ના બાળકો દ્વારા બેન્ડ ની સૂરીલી સરગમ છેડવામાં આવી હતી.જ્યારે મોડેલ સ્કૂલ , દિયોદરના ૭૫ બાળકો દ્વારા "વિવિધતામાં એકતા"કૃતિ રજૂ કરવામાં આવી હતી.ઉપરાંત એસ.આર.મહેતા સ્કૂલ , રૈયાના બાળકોએ "ઢોલ વાગ્યો રે " , વી.કે વાઘેલા સ્કૂલ દિયોદર ના બાળકોએ "એય વતન" અને સરકારી માધ્યમિક શાળા ,વડીયા ના બાળકોએ "ગોફ ગૂંથણ" તેમજ સુરાણા પ્રાથમિક શાળાના બાળકોએ લાઠી દાવના અનેરા કરતબ પ્રસ્તુત કર્યા હતા. તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ડોગ શો અને અશ્વ શો પ્રદર્શિત કરાયો હતો.સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા એ જણાવ્યું હતું કે આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી, એના કણ કણમાં શૂરવિરતા, સાહસ અને સમર્પણની ગાથા છે,,મારી માટી, મારો દેશ" અભિયાન હેઠળ દેશનાં તમામ ગામોની માટી એકઠી કરીને રાજધાની દિલ્હીના કર્તવ્યપથ પર "અમૃત મહોત્સવ સ્મારક" તેમજ 'અમૃતવાટિકા"નું નિર્માણ કરાશે વધુ માં મંત્રી શ્રી એ કહ્યુ હતુ કે ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધી રહ્યા છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૫ ટ્રિલિયનની ઇકોનોમી બનાવવા માટે સરકાર આગળ વધી રહી છે ત્યારે આવનારા દિવસોમાં ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનશે,,દુધ સંપાદનમાં બનાસ ડેરી સમગ્ર એશિયામાં પ્રથમ સ્થાને છે. બનાસકાંઠાનું મધ એક્સપોર્ટ થઇ રહ્યું છે. તેવું જણાવ્યું હતું.આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માં સાંસદ પરબતભાઈ પટેલ,દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત જિલ્લા ના ધારાસભ્યો તેમજ અનેક પદ અધિકારીઓ તેમજ , જિલ્લા કલેકટર શ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ દળના જવાનો, શાળાના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दो दिवसीय युवक—युवती परिचय सम्मेलन:जीवन साथी की तलाश में 135 युवक—युवतियों व परिजनों ने दिया परिचय
अग्रवाल सेवा उत्थान समिति के दो दिवसीय विशाल युवक—युवती परिचय सम्मेलन का आगाज शनिवार को...
ભારત મેચ જીતતા પાલીતાણામાં આતશબાજી કરવામાં આવી
ભારત મેચ જીતતા પાલીતાણામાં આતશબાજી કરવામાં આવી
इस्क मोहबत प्यार में गई प्रेमी के छोटे भाई की जान, पीएसआई अनुराधा के साथ घर के सभी फरार
इस्क मोहबत प्यार में गई प्रेमी के छोटे भाई की जान, पीएसआई अनुराधा के साथ घर के सभी फरार
Lok Sabha Election 2024: कन्नौज से अखिलेश यादव का नामांकन, BJP और SP के बीच तनातनी | Aaj Tak
Lok Sabha Election 2024: कन्नौज से अखिलेश यादव का नामांकन, BJP और SP के बीच तनातनी | Aaj Tak