સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની સાથે સ્વાતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી થઇ રહી છે. ત્યારે પાટડીમાં તિરંગા યાત્રા અને અભૂતપૂર્વ મશાલ યાત્રા યોજાઈ હતી. જેમાં પાટડી નગરમાં પ્રદેશ મહામંત્રી રત્નાકરજીની આગેવાનીમાં મહાત્મા ગાંધી ચાર રસ્તાથી નીકળેલી અભૂતપૂર્વ મશાલ યાત્રામાં લોકો હાથમા મશાલ સાથે જોડાયા હતા.પાટડી નગરમાં સવારે મહાત્મા ગાંધી ચાર રસ્તાથી અભૂતપૂર્વ અંદાજે એક કિમી લાંબી નીકળી સમગ્ર પાટડી નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને વિજયચોક ખાતે સભામાં ફેરવાઈ હતી. આ ભવ્ય તિરંગા યાત્રામાં દસાડા લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી દિલીપભાઈ પટેલ, પાટડી નગરપાલિકા પ્રમુખ મૌલેશભાઈ પરીખ, નગરપાલિકાના કારોબારી ચેરમેન ચેતનભાઈ શેઠ, પાટડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, દસાડા તાલુકા પંચાયતના પ્રમુખ ધવલભાઈ પટેલ, દસાડા તાલુકા ભાજપના પ્રમુખ સોનાજી ઠાકોર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના તમામ સદસ્યો, જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત આખુ પાટડી નગર વિશાળ સંખ્યામાં આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયું હતું.જ્યારે 77માં સ્વાતંત્ર દિનના રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ પાટડી નગરમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતીમાં ભવ્ય મશાલ રેલી યોજાઈ હતી. જેમાં દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે.પરમાર, ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી દિલીપભાઈ પટેલ, પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઈ પરીખ, તાલુકા પંચાયતના પ્રમુખ ધવલભાઈ પટેલ, પાટડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર, જિલ્લા, તાલુકા અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ સદસ્યોં તેમજ લખતર વિસ્તાર સહીત પાટડી શહેર અને તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં આ મશાલ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.