માનનીય યશસ્વી *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના* જન્મદિવસ નિમિત્તે *સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ* દ્વારા *રંગોળી સ્પર્ધા* નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડીસાનગરના દરેક વોર્ડમાં અનેક સ્થાનો પર રંગોળીઓ બનાવવામાં આવી. જેમાં જાગૃતિ કન્યા વિદ્યાલય, દશામાં ના મંદિર તેમજ અન્ય જગ્યાએ રંગોળી બનાવવામાં આવી, જેમાં ડીસા વિધાનસભાના વિસ્તારક શૈલેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા સમાજકલ્યાણ સમિતિના ચેરમેન નયનાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા તેમજ અન્ય નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાં વિવિધ વિષયો પર સુંદર રંગોળીઓ દોરવામાં આવી.

  સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના ડીસા નગર સંયોજક મહેશભાઈ જોષી, કૌશિકભાઈ સાધુ, કમલેશભાઈ સોની દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી.