હાલોલ શહેરના પાવાગઢ રોડ પર યમુના કેનાલની કોતરના નાળા પર આવેલા દબાણો ગત દિવસોમાં હાલોલ નગરપાલિકા દ્વારા હટાવી દઈ આ સ્થળને શૂભોષિત કરવાના આશય સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લેવાયેલા પંચપ્રણની પાંચ ઐતિહાસિક પ્રતિકૃતિઓને સ્થાપિત કરી આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આશય સાથે યમુના કેનાલના કોતરના નાળાની પાળે દિવાલ બનાવી રંગરોગાન કરી આકર્ષક ભીત ચિત્રો બનાવી તેમજ સૂચક સૂત્રો લખી આકર્ષણરૂપ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જે અંતર્ગત આ પંચપ્રણ સ્થળ ખાતે પાંચ ઐતિહાસિક પ્રતિકૃતિઓ જેમાં વિશ્વવિરાસત વારસાના ધરોહર ગણાતા પાવાગઢની સાત કમાનની ઐતિહાસીક પ્રતિકૃતિ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રયાસથી G-20 સમિટમાં ભારત દેશને અધ્યક્ષ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતા અભિનંદન પાઠવતી 
G-20 પ્રતિકૃતિ, તેમજ પર્યાવરણ જળ અને સ્વચ્છતાનો અનોખી રીતે સંદેશ આપી જન જાગૃતિ આપતી પ્રતિકૃતિ અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી આદિવાસીનું મુખ્ય શસ્ત્ર ગણાતા તીર કામઠાની પ્રતિકૃતિની આ પંચપ્રણના સ્થળે સ્થાપના કરવામાં આવી હતી જેનું લોકાર્પણ કરી જાહેર જનતાના પ્રદર્શન માટે ખુલ્લુ મુકવાનો કાર્યક્રમ તેમજ શીલા ફલકમની તકતીનું અનાવરણ કરવાનો અને ગામ તળાવની માટી કળશમાં ભરી કળશ યાત્રા યોજવા  સહિતના કાર્યક્રમો આજે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર અને હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને નગરના અગ્રણી મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાયા હતા જેમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત ઉપસ્થિત લોકોએ ગામ તળાવની માટી કળશમાં ભરી મહારાણા પ્રતાપ ચોકથી યમુના કેનાલ સુધી કળશ યાત્રા યોજી પંચપ્રણના સ્થાને સ્થાપિત કરાયેલી શીલા ફલકમનું અનાવરણ કરી તેમજ પંચ પ્રણની ઐતિહાસિક પ્રતિકૃતિઓનું લોકાર્પણ શાસ્ત્રોક વિધિ વિધાન સાથે પૂજાપાઠ સાથે કરી પંચપ્રણને જાહેર જનતાના પ્રદર્શન માટે ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને મહાનુભવો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ હાલોલ નગરપાલિકાના કર્મચારીઓ અને ભાજપાના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.