રાજ્યભર માં વનમહોત્સવ ઉજવવામાં આવી રહીયો છે તેમજ દિવસે ને દિવસે ધરતી વેરણ બનતી જાય છે ત્યારે ધરતી ને હરિયાળી બનાવી રાખવા માટે વૃક્ષો નું વાવેતર અને જતન બંને જરૂરી છે ત્યારે આજે જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના મુકામે 74 માં વન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારે તાલુકા કક્ષા ના આ કાર્યકમ નું આયોજન માળીયા હાટીના મુકામે માળીયા અને માંગરોળ ના ધારસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા ની અધ્યક્ષતા માં યોજાયેલ કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ તેમજ TDO ,મામલતદાર સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના સદસ્યો તેમજ ચાણક્ય સ્કૂલ ના બાળકો અને સ્કૂલ નો સ્ટાફ તેમજ માળીયા હાટીના. ના લોકો ઉપસ્થિત રહિયા હતા
જયારે આ કાર્યકમ માં માળીયા માંગરોળ ના ધારસભ્ય દ્વારા લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણે બધાએ વૃક્ષો નું વાવેતર કરવું જોઇએ સાથે સાથે તેમનું જતન પણ કરીયે જેથી આપણે આપણી ધરતી ને હરિયાળી બનાવી શકીએ
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) સંપર્ક :- 9925095750