લખતર પંથકમાંથી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે દારૂ ભરેલી ગાડી સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર, લખતર તાલુકાના વણા-લખતર રોડ ઉપરથી પસાર થતી એક ક્રેટા ગાડીને સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા તપાસ માટે ઉભી રાખવામાં આવી હતી.આ દરમિયાન ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તો ગાડીમાંથી રાજસ્થાનના નરેશકુમાર જીવારામ બિશનોઈ, બિરલકુમાર મહોબતરામ બિશનોઇને ક્રેટા ગાડી કિંમત રૂ.5,00,000, જુદી જુદી બ્રાડની 2,07,400ની કિંમતની 468 વિદેશી દારૂની બોટલો, રૂ. 11,100ની કિંમતના 111 બિયરના ટીન તેમજ 3 નંગ મોબાઈલ કિંમત રૂ.15,000 મળી કુલ 7,33,500નાં મુદ્દામાલ સાથે ઉપરોક્ત બે આરોપીને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય રાજસ્થાનના સોહન બિશનોઇ અને ગોપી ઉર્ફે ભરત બિષનોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. નોંધનીય છે કે, તપાસ કરતા જાણવા મળેલ કે ગાડી ની નંબર પ્લેટ પણ ડુપ્લીકેટ હતી. જ્યારે અસલી નંબર પ્લેટ ગાડીમાંથી મળી હતી.