ડીસા પોલીસે તાલુકા વિસ્તારમાં ગુરુવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે કંસારી બસ સ્ટેશન પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. બાઈક ચાલકે સંતુલન ગુમાવતા બાઈક રોડની બાજુમાં ઉતરી જતા બંને પટકાયા હતા.
દેવેન્દ્ર પૂર્ણારામ જાટ અને પાછળ બેઠેલ જીન્જારામ ગુમનારામ જાટ(ભોમાણીયો કીઢા, તા ગીડા જિ. બાડમેર, રાજસ્થાન) વાળાઓને પકડી રૂ. 16,175 ની કિંમતની 37 બોટલ દારૂ અને બાઇક સહિત રૂ. 75,175 નો મુદામાલ કબ્જે કરી ફરિયાદ નોંધી હતી.