માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક બનાવ સુરેન્દ્રનગરમાં સામે આવ્યો છે. જેમાં માતા-પિતાને બહાર જવાનું કહી એક્ટિવા લઈ ઘરેથી નીકળેલો કિશોર ધોળીધજા ડેમમાં નાહ્યવા પડ્યો હતો અને અકાળે મોતને ભેટ્યો હતો. જેમાં ગણપતિ ફાટસર વિસ્તારના કિશોરનો મૃતદેહ ધોળીધજા ડેમમાંથી મળી આવ્યો હતો.આ ઘટનામાં ડેમના પાણીમાં ડૂબી જતાં કિશોરનું મોત નીપજ્યું હતુ. આમ તો ધોળીધજા ડેમ પીવાના પાણી માટેનો આરક્ષિત ડેમ છે, છતાં પણ સુરક્ષાના અભાવ હોવાના કારણે યુવકો ડેમમાં નાહવા પડી રહ્યા છે, અને મોતને ભેટી રહ્યા છે. જેમાં 2 મહિના પહેલા પણ આ જ પ્રકારનો કિસ્સો બન્યો હતો.એ સમયે ધોળીધજા ડેમમાં જ તે સમયે 3 યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. હાલમાં સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી કિશોરના મૃતદેહને બહાર કાઢી પી.એમ.માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं