અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇકાલ તા.૧૦/૦૩/૨૦૨૨ નાં રોજ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય, જે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે વડીયા તાલુકાના મોટા ઉજળા ગામની સીમમાં સગડીવાડી પાસે પરબતભાઇ મોહનભાઇ ગજેરાની વાડીમાં ભાગવી રાખી રહેતો જગા ઉર્ફે જીગો સોમજીભાઇ મકવાણા જુદી જુદી જગ્યાએથી મોટર સાયકલ ચોરી કરી, આ વાહનો વાડીમાં આવેલ ખુલ્લી પતરાની ઓરડીમાં રાખેલ હોવાની ચૌકકસ બાતમી મળેલ હોય, મળેલ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા, મોટર સાયકલ ચોરી કરતો ઇસમ ચોરી કરેલ કુલ - ૭ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી, પકડાયેલ ઇસમ તથા મોટર સાયકલો આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી -
જગાભાઇ ઉર્ફે જીગો સોમજીભાઇ ઉર્ફે શામજીભાઇ મકવાણા, ઉ.વ.૧૯, રહે.મુળ સુખસર ગામ, માળી ફળીયુ, તા.ફતેપુર, જિ.દાહોદ,
હાલ,મોટા ઉજળા ગામની સીમ, પરબતભાઇ મોહનભાઇ ગજેરાની વાડીમાં, તા.વડીયા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
(૧) એક હિરો કંપનીનું કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી. નં,જી.જે.૦૩.એચ.ડી.૪૫૩૬ કિ.રૂ.૨૦,૦૦૦/-
(૨) એક હિરો હોન્ડો કંપનીનુ કાળા કલરનું રેડ બ્લુ પટ્ટાવાળુ સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રા નં.જી.જે.૦૧.બી.આર,૩૦૯૮ કિ૨૦,૦૦૦″ /-
(૩) એક બજાજ કંપનીનુ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સીટી૧૦૦- મોટર સાયકલ જેના રજી. નં.જી.જે.૧૪.૪.૨૩૭૧ કિ૧૫.૦૦૦/-
(૪) એક મહિન્દ્ર કંપનીનુ લાલ કલરનુ કાળા પટ્ટા વાળુ સેન્સુરો રોકસ્ટર મોટર સાયકલ જેના રજી. નં.જી.જે.૧૪.એ.એફ.૬૧૮૬ કિ. રૂ.૨૦,૦૦૦/-
(૫) એક હિરો કંપનીનુ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી. નં. જી.જે.૦૩.એફ.એસ.૯૮૬૩ કિ.રૂ.૨૦,૦૦૦/-
(૬) એક હિરો કંપનીનું કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર પ્રો. મોટર સાયકલ જેના ચેસીસ નં. MBLHAW11L5H90882 કિ.રૂ.૨૦,૦૦૦/-
(૭) એક હિરો કંપનીનું કાળા કલરનું લાલ પટ્ટાવાળુ સીડી ડીલકસ મોટર સાયકલ જેના રજી નં.જી.જે.૦૬.ડી.એ.૩૬૧૭, કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીએ ચોરી કરેલ મોટર સાયકલ અંગેની વિગતો.
પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ મોટર સાયકલો અંગે તેની પુછપરછ કરતાં, આ મોટરસાયકલો અમરેલી શહેર, કુંકાવાવ, ગોંડલ તાલુકાના કુંભાજી દેરડી ગામેથી તેમજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખપર ગામેથી ચોરી કરી લાવેલ છે. જેની વિગત
(૧) એક હિરો કંપનીનું કાળા કલરનું લાલ પટ્ટાવાળુ સીડી ડીલક્સ મોટર સાયકલ જેના રજી. નં.જી.જે.૦૬.ડી.એ.૩૬૧૭ છે, જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. ભાવનાબેન એ. દવે રહે.વડોદરા વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે. જે મો.સા. ની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી,આ મોટર સાયકલની ચોરી આજથી એક વર્ષે પહેલા સુખસર ગામ, માળી ફળીયુ, તા.ફતેપુર, જિ.દાહોદ કરેલ હોવાનું જણાવે છે.
(૨) એક હિરો કંપનીનું કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી. નં. જી.જે.૦૩.એચ.ડી.૪૫૩૬ છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. મગનભાઇ પરશોતમભાઇ રહે.કુંભાજી દેરડી, તા.ગોંડલ, જિ.રાજકોટ વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે. જે મો.સા. ની કિં.રૂ.૨૦,૦૦૦/- ગણાય, આ મોટર સાયકલની ચોરી આજથી બે અઢી મહિના પહેલા કુંભાજીની દેરડીથી બજારમાંથી દુકાન પાસેથી કરેલ હોવાનું જણાવે છે.
(૩) એક હિરો હોન્ડો કંપનીનુ કાળા કલરનું રેડ બ્લુ પટ્ટાવાળુ સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી નં.જી.જે.૦૧.બી.આર.૩૦૯૮ છે. જે મો.સા. અંગે ટેકનીક્લી ખરાઇ કરતા આ મો.સા. ગણપતભાઇ વલ્લભભાઇ સાસકીયા, રહે.કુંકાવાવ, તા.વડીયા, જિ.અમરેલી વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે. જે મો.સા.ની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણાય, આ મોટર સાયકલની ચોરી આજથી પોણા બે મહિના પહેલાથી કુંકાવાવ, ગૌશાળાના ડેલા પાસેથી કરેલ હોવાનુ જણાવે છે.
(૪) એક હિરો કંપનીનુ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના રજી. નં. જી.જે.૦૩.એફ.એસ.૯૮૬૩ છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. બાબુભાઇ મોહનભાઇ ઉદરેડીયા, રહે.જામગઢ, રાજકોટ વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે. જે મો.સા. ની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણાય, આ મોટર સાયકલની ચોરી આજથી બે મહિના કુંભાજીની દેરડી ગામે ગેરેજની દુકાન પાસેથી કરેલ હોવાનું જણાવે છે.
(૫) એક બજાજ કંપનીનુ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સીટી-૧૦૦ મોટર સાયકલ જેના રજી. નં.જી.જે.૧૪.૪,૨૩૭૧ છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. ચંદુભાઇ મોહનભાઇ ભુવા રહે.અમરેલી જેસીંગપરા શેરી નં.-૪ તા.જી.અમરેલી વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે. જે મો.સા.ની કિ.રૂ.૧૫,૦૦૦/- ગણાય, જે મોટર સાયકલની ચોરી આજથી દોઢેક મહિના પહેલા અમરેલી, કુકાવાવ જકાત નાકા આગળથી રોડ ઉપરથી કરેલ હોવાનું જણાવે છે. આ અંગે અમરેલી તાલુકા પો.સ્ટે.૧૧૧૯૩૦૦૪૨૩૦૧૪૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ છે,
(૬) એક મહિન્દ્ર કંપનીનુ લાલ કલરનુ કાળા પટ્ટા વાળુ સેન્સુરો રોસ્ટર મોટર સાયકલ જેના રજી. નં. જી.જે.૧૪.એ.એફ.૬૧૮૬ છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. મધુભાઇ બચુભાઇ ડાભી રહે.રહે.રામપરા, મોટી કુકાવાવ જિ.અમરેલી વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે. જે મો.સા. ની કિ.રૂ,૨૦,૦૦૦/- ગણાય, આ મોટર સાયકલની ચોરી આજથી એક મહિના પહેલા કુકાવાવ, દવાખાનાની આગળ રોડ ઉપરથી કરેલ હોવાનું જણાવે છે. આ અંગે વડીયા પો.સ્ટે. ૧૧૧૯૩૦૬૦૨૩૦૦૩૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ છે.
(૭) એક હિરો કંપનીનુ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર પ્રો, મોટર સાયક્લ જેના ચેસીસ નં.MBLHAW11L510882 છે. જે મો.સા. અંગે ટેકનીકલી ખરાઇ કરતા આ મો.સા. સંદીપભાઈ નાનજીભાઇ વઘાસીયા, રહે.સુરત વાળાના નામે નોંધાયેલ હોવાનું જણાયેલ છે. જે. મો.સા. ની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણાય, આ મોટર સાયકલની ચોરી આજથી વીસેક દિવસ પહેલા અમરેલી, શાકમાર્કેટમાંથી ચોરી કરેલ હોવાનું જણાવે છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, તથા પો.કોન્સ. નિકુલસિંહ રાઠોડ, રાહુલભાઈ ઢાપા, તુષારભાઈ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.