શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. ત્યારે પોતાના વાહનો લઈને પણ આવતા હોય છે. અંબાજી ખાતે ભક્તો પોતાના વાહનોને પાર્કિંગમાં મૂકીને દર્શન કરવા જતા હોય છે. ત્યારે ક્યારેક પાર્કિંગમાં અગમ્ય કારણોસર કારમાં આગ લાગવાના બનાવો પણ બનતા હોય છે. અચાનક અમદાવાદથી આવેલા માઈ ભક્તની કારમાં આગ લાગી હતી.
વીઆઈપી પ્લાઝાની સામે પાર્કિંગમાં વાળી જગ્યામાં પાર્કિંગમાં મૂકેલી કારમાં અચાનક આગ લાગતા પાર્કિંગમાંથી ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુમાં મેળવ્યો હતો. જે ગાડી નંબર G J.01 WJ.5682 છે અને કાર ચાલક વિક્રમસિંહ સતીશસિંહ અમદાવાદના રહેવાસી છે. પાર્કિંગમાં અન્ય ગાડીઓ પણ પાર્ક કરેલી હતી. ત્યારે આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડ દ્વારા આગ પર તરત જ કાબુ મેળવતા જાનહાની ટળી હતી.