હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ તિરંગા સાથે ઉપાસના સર્કલથી શરૂ થયેલી આ વિશાળ યાત્રાને કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ સહિતના મહાનુભાવોના હસ્તે 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના નારાઓ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.પાંચ મણ જેટલુ વજન ધરાવતા આ તિરંગાને 500 જેટલા વિદ્યાર્થીઓ અને પોલીસના જવાનોએ હોંશે હોંશે ઉઠાવ્યો હતો. 3.5 કિમી જેટલું અંતર આવરી લેતી આ યાત્રામાં 5,000થી વધુ લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા. તિરંગા યાત્રાનાં પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું.યાત્રાના માર્ગ પર તેનુ સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી, ભારત માતા કી જયના પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દર થોડા અંતરે અલગ-અલગ શાળાનાં વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા. હાથમાં તિરંગા સાથે યુવાનોએ 'વંદે માતરમ', 'ભારત માતા કી જય'ના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો સાથે "મેરી મિટ્ટી, મેરા દેશ", "હર ઘર તિરંગા" અભિયાનનો સંદેશો આપતા પોસ્ટરો દ્વારા લોકજાગૃતિનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं