તળાજા તાલુકા ના પીપરલા ગામે તારીખ ૨૩/૩/૨૦૨૪ ને રવિવારે શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપીત શ્રી મદનમોહનજી મહારાજ-ધોલેરા તથા સત્સંગીઓના ગુરૂપદે ધર્મવંશી આચાર્ય પદ સ્થાપના તથા શ્રી હરિ હસ્ત લિખીત સર્વજીવ હિતાવહ 'શ્રી શિક્ષાપત્રી' લેખનના દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે અંતર્ગત...તેના ભાગ રૂપે પીપરલા ગામ તેમજ વિવિધ અલગ અલગ દેશો માં ભારતમાં જુદી જુદી જગ્યાએ શહિદ દિવસ નિમિતે કેન્સર પીડિત લોકો માટે મહા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કર્યુ હતું જેમાં ભાગ રૂપે પીપરલા ગામ માં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં સમગ્ર ગામ ના સાથ સહકાર થી આ કેમ્પમાં ૧૪૨ બોટલ નું રક્તદાન કરી પીપલાના સત્સંગીઓ સહભાગી થવા હતાં રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.
તળાજાના પીપરલા ગામે મદનમોહનજી મહારાજ-ધોલેરા તેમજ ધર્મવંશી આચાર્ય પદ શહિદ દિવસ નિમિત્તે મહા રકતદાન કેમ્પ યોજાયો
