વંદે ગુજરાત વિકાસ યાત્રા” પ્રાંતિજ તાલુકાના ઉંછા, પ્રાંતિજન.પા અને અંબાવાડામાં અને ખેડબ્રહ્મા તાલુકાના આગીયા, ઉંચીધનાલ અને ખેડવામાં પહોંચતા સ્થાનિક લોકો દ્વારા પરંપરાગત સ્વાગત ગીતો રજૂ કરીને વિકાસ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. રાજ્યના છેવાડાના માનવીને તમામ પ્રકારની સેવાનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યનો કોઇ પણ નાગરીક યોજનાકીય લાભોથી વંચિત ન રહે તે માટે વંદે ગુજરાત વિકાસ યાત્રા ગામડે ગામડે ભ્રમણ કરી રહી છે.
વિકાસ યાત્રા દરમિયાન લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ પ્રાથમિક શાળામાં ચિત્ર તથા નિબંધ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ. વિકાસ યાત્રા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણી અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પદાધિકારીઓ જિલ્લા સદસ્યશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેસ રિપોર્ટરે,
વારિસ સૈયદ, હિંમતનગર