નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કવાયતમાં જોતરાયેલા પંચમહાલ પેરોલ ફર્લો-સ્કોર્ડના પો.સ.ઈ બી.એમ.રાઠોડનાઓને ટેકનિકલ એનાલિસિસ અને વ્યુમન સોર્સિસથી બાતની મળી હતી કે હાલોલ ટાઉન પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૯ માં નોંધાયેલા ઘરફોડ ચોરીનો પાંચ વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી અવિનાશ રમણભાઈ અગ્રાવત,રહે.એચ.૬ પાયલ ફ્લેટ ,સેટેલાઈટ,માનસી ચાર રસ્તા, અમદાવાદનો હાલમાં આર.ડી.કિચન હોટલ,એરપોર્ટ રોડ,ભુજ,તા.ભુજ,જી.કચ્છ ખાતે રહે છે જે બાતમીના આધારે પંચમહાલ પેરોલ ફર્લો-સ્કોર્ડનીટીમ બાતમીવાળા સ્થળે પહોંચી હતી અને પાંચ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી અવિનાશ રમણલાલ અગ્રાવતને ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથેકે સોંપવા માટેની તજવીજ હાથ ધરી હતી.