શ્રી એસ કે વરુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં આચાર્યશ્રી જોરુભાઈ અમરૂ ભાઈ વરુ નો વિદાય સમારંભ યોજાયો હતો.
વિદ્યાર્થી ઓ દ્વારા પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ઈન. આચાર્ય શ્રી જે બી માંઢક સાહેબ દ્વારા મહેમાનોનું સ્વાગત અને પ્રસંગોચિત સંબોધન કરવામાં આવ્યું હતું.
સ્વ.એસ.કે. વરુ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ગૌતમભાઈ સુરગભાઈ વરુ તથા ટ્રસ્ટી શ્રી ઓ શ્રી મહેશભાઈ વરુ,શ્રી પ્રભાતભાઈ વરુ, શ્રી ભીમભાઈ વરૂ તેમજ શાળા ના શિક્ષકો દ્વારા સન્માન પત્ર આપી સાલ ઓઢાડી 24 કેરેટ ગોલ્ડ શિવ શક્તિ ની પ્રતિમા સ્મૃતિભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
શ્રી જોરુ સાહેબ દ્વારા ટ્રસ્ટી મંડળ અને શિક્ષક મિત્રો બિન શૈક્ષણિક સ્ટાફ ને પણ સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.
બહોળી સંખ્યામાં પધારેલ મહેમાનો એ જોરુ સાહેબ નું સાલ ઓઢાડી અભીવાદન કર્યું હતું
નાગેશ્રી શાળા માં આચાર્ય તરીકે ના સેવા કાળ દરમિયાન વીતેલી ક્ષણો નું સ્મરણ કરવા માટે શ્રીમતી અમિષા બેન પટેલ અને શ્રી ઝાલા સાહેબ અને શ્રી ગોઢાણીયા સાહેબ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરીયા.
સ્વ.એસ.કે.વરુ એજ્યુકેશન મંડળ વતી શ્રી પ્રભાતભાઈ વરુ એ પોતા નો પ્રતિભાવ રજુ કર્યો હતો.
શ્રી જોરૂ સાહેબ ચાર વર્ષ ના સેવાકાળનુ સ્મરણ કરતા પોતાનું રુણ અદા કરવાના અવસરનુ સ્મરણ કર્યું હતું
મહેમાનો શ્રી ઓ એ જોરુ સાહેબ પ્રત્યેના ભાવ પ્રગટ કર્યા હતા.
આમ પ્રમુખ શ્રી ગૌતમભાઈ વરુ, દિલુભાઈ વરુ, જોરુભાઈ વરુ, મહેશભાઈ વરુ, પ્રભાતભાઇ વરુ, ભીમભાઈ વરુ ,આચાર્યશ્રીઓ, બીપીનભાઈ વસુંધરા,ભોળાભાઈ,સુખાભાઈ,શીવરાજભાઈ, પ્રવીણભાઈ, કનુભાઈ,અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં આ વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે મહેશભાઈ જીડીયા એ આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી નરેન્દ્ર ભાઈ પુરોહિતે કર્યું હતું
રિપોર્ટ...કરશન પરમાર જાફરાબાદ