સુરેન્દ્રનગર રતનપરની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં દુકાન ધરાવતા વિજયભાઇ રમણિકભાઇ કોશિયાને ઓછા ભાવે ચોખા આપવાનું કહીને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરનાર આરોપીઓ દેવાંગભાઇ પ્રવિણભાઇ દેત્રોજા, ગૌરવભાઇ પ્રકાશભાઇ શાહ, રાજુભાઇ પટેલ અને શર્માજી નામના શખ્સ સામે રૂ.24.60 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. આથી જોરાવરનગર પોલીસે કચ્છમાં ધામા નાખ્યા હતા.જેમાં ગૌરવ શાહ અને દેવાંગ દેત્રોજા નામના બે શખ્સોને પકડીને પુછપરછ કરતા પૈસા ગાંધીધામ રહેતા મનહરભા અમરતભા દેવસર નામના વ્યકિત પાસે પૈસા હોવાનુ જણાવ્યુ હતુ. આથી જોરાવરનગર પોલીસે મનહરભા દેવસરને પકડી લીધા હતા. તેની પાસેથી રોકડા રૂ.19.11997 રોકડા તથા રૂ.5.48 લાખની કિંમતના સોનાના 3 બીસ્કીટ મળી આવ્યા હતા. આમ પોલીસે છેતરપીંડી કરીને મેળવેલા કુલ રૂ.24.60 નો મુદામાલ જપ્ત કર્યા હતા. આ ગુનામાં 3 આરોપી પકડી લેવામાં આવ્યા છે. જયારે મજીદ ઉર્ફે રાજુ પટેલ તથા શર્માજી નામના શખ્સને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. પીએસઆઇ આર.જે.જાડેજા, ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ, ચમનભાઇ નાનજીભાઇ, મેહુલભાઇ રસિકભાઇ અને અરવિંદભાઇ રામજીભાઇ વગેરે સ્ટાફ જોડાયો હતો.આ ગુનાહીત પ્રવૃતિમાં બે શખ્સો મજીદ ઉર્ફે રાજુભાઇ પટેલ ભુજવાળા અને શર્માજી નામના આરોપીને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ગૌરવ શાહ અને દેવાંગ દેત્રોજા જોરાવરનગરમાં અગાઉ રહેતા હતા. આથી વેપારી વિજયભાઇ કોસીયાના પરીચયમાં હતા.જેમાં દેવાંગ દલાલીનું કામ કરતો હોય ગૌરવે તેનો વેપારી વિજયભાઇ સાથે પરીચય કરાવ્યો હતો. અને બંનેએ કચ્છના બાકીના આરોપીઓ સાથે મળીને વેપારીને સાણસામાં લઇને ચુનો લગાવ્યો હતો.

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।