મણિપુર હિંસા મામલે સંમેલન -રેલી યોજી નહેરુ બ્રિજ પર વિરોધ પ્રદર્શન,
મણિપુર માં મહિલાઓ પર થયેલ ક્રૂર-ગંભીર ઘટના ના વિરોધ માં આજે તા,10/8/2023, ના રોજ સાણંદ નાની દેવતી દલિત શક્તિ કેન્દ્ર માં મહિલાઓની આગેવાની હેઠળ મહિલા સંમેલન સાથે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતવાળી વાળી સાડીઓ પહેરીને ગુજરાત સહિત અન્ય રાજ્યોના બહેનોએ દેશમાં દલિત-આદિવાસી સમાજની પરિસ્થિતિ વિશે વાત પ્રદર્શિત કરેલ,ખેડા જિલ્લામાંથી ઠાસરા, ગળતેશ્વર,કપડવંજ, કઠલાલ,માતર, તાલુકા માંથી ભાઈઓ,બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમ અંતર્ગત સાણંદ નાની દેવતી, દલિત શક્તિ કેન્દ્ર થી વાહન રેલી બપોરે નીકળી અમદાવાદ એલિસ બ્રિજ ખાતે પહોંચી હતી જ્યાં પોસ્ટર બેનર અને પેમ્પલેટ દ્વારા જાહેર પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ગુજરાત અને ભારતમાં મહિલાઓ ઉપર થતા અત્યાચાર બાબતે રાષ્ટ્રધ્વજ ની પ્રતિકૃતવાળી 210 નંગ સાડીઓ બનાવી તે સાડીઓ ગુજરાત,સહિત અન્ય રાજ્યોના બહેનોને દેશમાં દલિત- આદિવાસી સમાજની પરિસ્થિતિ વિશે વાત કરી, આ સાડીઓ મહિલા રાષ્ટ્રપતિ,ત્રણ રાજ્યપાલ તથા અલગ અલગ વિભાગોમાં કામ કરતા મહિલા પ્રતિનિધિઓને પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવી હતી, આ સાડી પહેરીને તેઓ 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવે તથા મહિલા હિંસા અને મણીપુરની ઘટના બાબતે સંસદમાં આ મુદ્દે અવાજ ઉઠાવે, અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ, આ સમગ્ર કાર્યક્રમની આગેવાની મહિલાઓએ લીધી હતી, તેવું ઠાસરા તાલુકાના નવસર્જન ટ્રસ્ટના સામાજિક કાર્યકર ગીતાબેન મકવાણા એ જણાવ્યું હતું.
રિપોર્ટર: સૈયદ અનવર..