ગુજરાત એસટી નીગમ દ્વારા તાજેતરમાં એસટી બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.ત્યારે આ ભાડા વધારાથી સિનિયર સિટીઝનો સહિત લોકોને હાલાકી થતી હોવાથી ભાવ વધારો પાછો ખેંચવા સિનિયર ટીઝનોએ સીએમને લેખિત રજૂઆત કરી છે.ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા તાજેતરમાં 25 ટકા ભાડા વધારો કરાયો છે જેની સામે શહેરના સીનીયર સીટીઝનોએ વિરોધ નોંધાવ્યો હતો. એસ.ટી નિગમે 01 ઓગસ્ટથી અમલમાં મુકેલો ભાડા વધારો મુસાફરોને પોસાય તેમ ન હોવાથી તાત્કાલિક પાછો ખેચવા રજૂઆત કરી હતી. સીનીયર સીટીઝન કે.એન.રાજદેવ, મહેતા ગુણવંતરાય, કે.બી. કુમારખાણીયા સહિતના નાગરીકોએ મુખયમંત્રીને લેખિત આવેદન પાઠવ્યુ હતુ કે હાલ દરેક જગ્યાએ મોંઘવારીએ માઝા મુકી છે.ત્યારે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધાર થયો છે. શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ, ગેસબીલ, લાઇટબીલ, વગેરેમાં ભાવો વધતા સામાન્ય પ્રજાજનોને જીવવું મુશ્કેલ બન્યુ છે તેવામાં એસ.ટી પણ જો ભાડા વધારશે તો પ્રજાનું શું થશે. આથી આ ભાડા વધારો તાત્કાલિક પાછો ખેચાય તેવી રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અત્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ વધારો આવ્યો નથી છતાં એસટી તંત્ર દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો જેથી વિરોધ કરવામાં આવ્યો હતો.