સમગ્ર ગુજરાત માં આજે 74 માં વન મહોત્સવ નિમિતે મેરી માટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેરમાં જવાહરલાલ નહેરુ ગાર્ડન ખાતે કર્યક્રમ યોજવામ આવ્યો હતો
ત્યારે આજે આ કાર્યક્રમમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું અને લોકો ને ધરતી હરિયાળી બનાવવા અને વૃક્ષો નું જતન કરવા માટે સંદેશો પાઠવવામાં આવ્યો હતો
જ્યારે કાર્યક્રમ દરમિયાન દેશ ની રક્ષા કરતા તેમજ દેશ માટે પોતાના પ્રાણો નું બલિદાન આપનાર વીર જવાનો ને યાદ કરવામાં આવ્યા હતા તેમજ શીલા નું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું
ત્યારે આ કાર્યક્રમ માં તાલુકા પંચાયતના સરપંચ તથા સદસ્યો તેમજ આંગણવાડી ની કાર્યકર્તા બહેનો અને ફોરેસ્ટ વિભાગ ના અધિકારો અને ગામ લોકો હાજર રહિયા હતા
રિપોર્ટ:- પરેશ વાઢીયા (સંપર્ક:- 9925095750)