પાવીજેતપુર તાલુકાના કોલીયારી ગામે રોડ ઉપર બે બાઈકો અથડાતાં એક વૃદ્ધનું ઘટના સ્થળ ઉપર કરુણ મોત

           પાવીજેતપુર તાલુકાના સિહોદ થી કોલીયારી જતા રોડ ઉપર બે બાઈકો અથડાતા કોલીયારી દૂધ મંડળીના મંત્રી કંચનભાઈ રાઠવાનું ઘટના સ્થળ ઉપર લોહી લુહાણ હાલતમાં કરુણ મોત થયું હતું. 

           પાવીજેતપુર તાલુકાના કોલીયારી ગામની દૂધ મંડળીના મંત્રી તરીકે કંચનભાઈ ગેમાભાઈ રાઠવા ફરજ બજાવતા હતા. તેઓ ડેરીના દૂધ ધારકોના પગાર કરવા માટે નાણા લેવા માટે પોતાની બાઈક લઇ પાવીજેતપુર ગયા હતા.પાવીજેતપુર થી પોતાનું કમ પતાવી પરત કોલીયારી ગામે જઈ રહ્યા હતા ત્યારે બપોરના ૩.૩૦ વાગ્યાના અરસામાં સિહોદ થી કોલીયારી જતા રસ્તા ઉપર કોલીયારી ગામે એક અજાણ્યો બાઈક ચાલક પોતાની બાઈક ન. જી.જે. ૩૪ એલ ૯૨૭૩ લઈને આવતા હોય, જેઓએ કંચનભાઈ ની બાઈક સાથે ભયંકર રીતે અથાડી દેતા કંચનભાઈ રોડ ઉપર ફસડાઈ પડ્યા હતા જ્યાં લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળ ઉપર કરુણ મોત થવા પામ્યું હતું. અજાણ્યા બાઈક ચાલકે સામેવાળા બાઈક ચાલકને લોહી લુહાણ હાલતમાં જોતા પોતાની બાઇક સ્થળ ઉપર મૂકીને ભાગી ગયો હતો. જે અંગે પાવીજેતપુર પોલીસે જી.જે. ૩૪ એલ ૯૨૭૩ ના અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.