ભાભરમાં ઇલેક્ટ્રીકની દુકાનમાં નોકરી કરતો યુવક મંગળવારે સાંજે બાઈક લઈને તેના ઘરે વડાણા જવા નીકળ્યો હતો. દરમિયાન ભાભર રાધે સ્કૂલ નજીક બાઇક સાથે આખલો અથડાયો હતો. જેમાં આખલાનું શિંગડું યુવકના ગળામાં ઘૂસી ગયું હતું. તેને હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વડાણા ગામના નરશીભાઈ રામજીભાઈ ઠાકોર (ઉ.વ 38) ભાભર મુકામે ઇલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરતા હતા. જે મંગળવારે સાંજે દુકાનેથી બાઇક ઉપર ઘરે વડાણા જવા નીકળ્યા હતા. દરમિયાન રાધે સ્કૂલ નજીક રસ્તામાં વચ્ચે આવેલો આખલો અથડાયો હતો.
જેમાં આખલાનું શિગડું નરશીભાઈ ગળામાં ઘૂસી ગયું હતું. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં નરશીભાઈને ભાભર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેના સમાચાર મળતાં જ સગા સંબંધીઓ ભાભર સીએસસીમાં દોડી આવ્યા હતા. પીએમ કરાયા બાદ મૃતદેહ પરિવારને સોંપાયો હતો. પોલીસે અકસ્માતેે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નરશીભાઈના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે.
પાલનપુર, ડીસા, ધાનેરા, વડગામ, થરાદ સહિતના સેન્ટરોમાં તો રખડતા પશુઓનો ત્રાસ છે જ આ સિવાય પાલનપુર થી ડીસા હાઈવે, ડીસા થી ધાનેરા હાઇવે, ડીસાથી થરાદ હાઇવે, ભાભર સુઇગામ હાઈવે, દિયોદર રાધનપુર હાઇવે ઉપર પણ મોટી સંખ્યામાં આખલા તેમજ ગાયોનો જમેલો જોવા મળે છે. છેલ્લા એક વર્ષમાં રખડતા પશુઓના કારણે 60થી વધુ અકસ્માતો થયા છે. જેમાં પાંચ જેટલા યુવકોએ જીવ પણ ખોયા છે.
આ અંગે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પીઆઈ આર. એસ. દેસાઈએ જણાવ્યું કે, શહેર નજીકની હદ હોય તો રખડતા પશુઓની નગરપાલિકાને કહી તેમને પાંજરાપોળમાં પુરવા માટે જાણ કરીએ છીએ. જોકે, પાલિકા હદ બહારના હાઇવે ઉપર કોઈનું નિયંત્રણ ન હોવાથી ટ્રાફિકના કર્મચારીઓ જાતે પશુઓને દૂર કરતા હોય છે.