ડીસા શહેરની શાંતિનગર સોસાયટીમાં ક્રિકેટ પર સટ્ટો રમતા શખ્સને બુધવારે એલસીબી પોલીસે સાત મોબાઇલ સહિત 71,300 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એલસીબીએ બાતમીના આધારે ડીસા-પાલનપુર હાઇવે ઉપર આવેલ શાંતિનગર સોસાયટીમાં મકાન નંબર-94 માં ક્રિકેટ મેચ ઉપર સટ્ટાથી જુગાર રમતાં રમાડતાં હરેશકુમાર દલપતરામ ઠક્કરને રંગે હાથ ઝડપી સાત મોબાઈલ તેમજ અન્ય ચીજ વસ્તુઓ પણ કબજે કરી હતી.

આ અંગે એલસીબીએ હરેશકુમાર ઠક્કરની અટકાયત કરી રૂપિયા 71,300 નો મુદ્દામાલ જપ્ત કરી ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.