સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે
સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.
જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી , ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૦૯/૦૩/૨૦૨૩ ના રોજ રાજેશભાઇ નાનજીભાઇ રાઠોડ, ઉ.વ.૪૧, રહે.ચલાલા, તા.ધારી, જિ.અમરેલી વાળા
ફોરવ્હીલ ગાડી રીપીંગ માટે સાવરકુંડલા આવેલ અને સારવકુંડલા, મહુવા રોડ ઉપર આવેલ સરકાર ફેબ્રીકેશન નામની દુકાને ફોર વ્હીલ ગાડીનું રીપીંગ કામ કરાવતા હોય,
તે દરમિયાન પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય,
જે અંગે રાજેશભાઇ દ્વારા e-FIR કરાવેલ હોય,
જે -FIR અંગે ખરાઈ કરી, તેના પરથી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૫૨૩૦૧૧૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ
અને ગત તા.૦૬/૦૪/૨૦૨૩ નાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાવરકુંડલા, બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ
અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
રીયાઝ હસનભાઈ દલ, ઉ.વ.૧૯, રહે.સાવરકુંડલા, ખાદી કાર્યાલય તા.સાવરકુંડલા, જિ.અમરેલી, મુળ રહે.સીમાસી, તા.ઉના, જિ.ગીરસોમનાથ.
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક રેડમી કંપનીનો Not-8-Pr9 મોડલનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા તથા પો.કોન્સ. તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.