પાટડી તાલુકાના બજાણા પીપળી રોડ પરથી વિદેશી દારૂની 400 બોટલો અને ઇકો કાર સાથે બે શખશો ઝડપાયા હતા. બજાણા પોલીસ વિદેશી દારૂ, બે મોબાઈલ અને કાર મળી કુલ રૂ. 3,73,880નો મુદામાલ ઝબ્બે કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એમને મળેલી પાક્કી બાતમીના આધારે પાટડી તાલુકાના બજાણા પીપળી રોડ પર શંકાસ્પદ હાલતમાં નીકળેલી સફેદ કલરની ઇકો કારને આંતરીને ગાડીમાંથી પ્રવીણભાઇ માવજીભાઈ સજાણી (ઠાકોર), રહે- રાજપર (ધ્રાંગધ્રા) અને મેરૂભાઇ રાજુભાઈ પઢીયાર (વણઝારા), રહે- સોલડી (ધ્રાંગધ્રા)ને પકડીને ગાડીની સઘન તલાશી લેતા ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 400 કિંમત રૂ. 63,880 અને મોબાઈલ નંગ 2 કિંમત રૂ. 10,000 તથા સફેદ કલરની ઇકો ગાડી કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,73,880ના મુદામાલ સાથે ઝબ્બે કરી અને આ માલ ભરી આપનારા અન્ય એક શખ્સ વિરુદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.બજાણા પોલીસના આ દરોડામા પીએસઆઇ એસ.પી.ઝાલા, ગોવિંદભાઇ ભરવાડ, ભૂપતભાઇ દેથળીયા, યશપાલસિંહ રાઠોડ અને રોહિતકુમાર પટેલ સહિતનો બજાણા પોલીસનો સ્ટાફ હાજર હતો. બજાણા પોલીસ કુલ રૂ. 3,73,880નો મુદામાલ સાથે બે શખશોને ઝબ્બે કરી દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી અન્ય એક ફરાર શખશને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.