દિયોદર તાલુકાના લુદરા ગામના વિનોદજી જગાજી મકવાણા ઠાકોર (ઉં વ. 24) મંગળવારે સાંજના સમયે દિયોદર થી મીઠા રેલ્વે ટ્રેક વચ્ચે પાલનપુર થી ગાંધીધામ તરફ જતી પેસેન્જર એક્સપ્રેસ ટ્રેન નીચે પોતાના અંગત કારણોસર પડતું મૂકી જીવન લીલા સંકેલી હતી. આ અંગે પરિવારજનોને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ અંગે દિયોદર સ્ટેશન માસ્તરે ભીલડી પોલીસ મથકે જાણ કરતા ભીલડી જીઆરપી પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશનું દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વાલી વારસને સોંપી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ ભીલડી જીઆરપી હે.કો. ભાવેશભાઈ ચલાવી રહ્યા છે.