નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના ચેઇન સ્નેચીગના ગુનામાં વપરાયેલ મોટર સાયકલ તથા ચેઇન સાથે એક ઇસમને ઝડપી અનડીટેકટ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નડીઆદ ચેઇન સ્નેચિંગ ગુનાનો ભેદ ઉકેલાયો !

પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર શ્રી કે.આર.વેકરીયા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ ગત તા.૧૭-૦૨- ૨૦૨૪ના રોજ એલ.સી.બી સ્ટાફના હે.કો.મનુભાઇ રમેશભાઇ તથા પો.કો.હિરેનકુમાર જયંતીભાઇ તથા પો.કો.નિલેશકુમાર કનુભાઇ તથા પો.કો નિલેશભારથી શંભુભારથી નાઓ નડિયાદ પશ્ચિમ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો.નિલેશકુમાર તથા પો.કો.નિલેશભારથી નાઓને ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, નડિયદ પીપલગ ચોકડી તરફથી એક ઇસમ નંબર વગરનું કાળા કલરનું બજાજ પલ્સર મો.સા. લઇને નડિયાદ શહેરમં જનાર છે. જે બાતમી હકીકત વાળી જગ્યાએ છુટા છવાયા ઉભા હતા જે દરમ્યાન બાતમીવાળો ઇસમ આવતા તેને રોકવા જતા તે ઇસમ સદર મો.સા.ચાલક ને મો.સા.સાથે રોકી લીધેલ તેનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ સોમપલસિંહ સ/ઓ નરાયણસિંહ રાજપુત હલ રહે. મનં.૨૭ એફ વોર્ડ એ.પી.જી સ્કુલની પાછળ કુબેરનગર અમદાવાદ તા.જી.અમદાવાદ મુળરહે. મ.નં.૩૭ હરવર પાલ નીઠાઉવા થાના પાલ નીઠાઉવા તા.જી.ડુંગરપુર રાજથાન નો હોવાનું જણાવેલ. સદરહું મોટર સાયકલ અંગે આર.ટી.ઓ.ને લગતા રજીસ્ટ્રેશન કાગળો તથા માલિકી બાબતે ના આધાર પુરાવા માંગતા સદરી ઇસમોએ પોતાની પાસે નહી હોવાનું જણાવી ગલ્લા-તલ્લા કરતા હોઇ અને કોઇ સંતોષ કારક જવાબ આપતા ન હતા. સદરહું ઇસમની અંગઝડતી કરતા તેની પાસેથી પિળા ધાતુની સોના જેવી ચેઇન મળી આવેલ જે અંગે પુછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી આશરે દસેક દિવસ પહેલા મારા મિત્ર પ્રભુલાલ ઉર્ફે પ્રકાશ ઉર્ફે રોશન જીવાજી મીણા રહે. ખેરવાડા (રાજસ્થાન) તથા તેની સાથે એક બીજો ઇસમ જેનું નામઠામ ખબર નથી જેઓએ આ ચેઇન નડિયાદ શારદામંદિર સ્કુલ પાસેથી એક બહેનના ગળામાંથી ખેંચી ચોરી કરેલનું કહેલ તથા મો.સા રાજસ્થાન બિચ્છુવાડા ખાતેથી ચોરી લાવેલ તેમ જણાવેલ સદર ચેઇન બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુ.૨.નં. ૧૧૨૦૪૦૪૭૨૪૦૦૨૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૭૯(એ)(૧) મુજબ ગુનો નોંધાવેલ હોય.જેથી સદરી મો.સા. તથા ચેઇન ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનો પાકો શકવહેમ લાગતા સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ સદરી મો.સા ની આશરે કિ.રૂા.૬૦,૦૦૦/- તથા ચેઇનની કિ.રૂ.૬૫૦૦૦/- ગણી લઇ સદરહું મો.સા તથા સોનાની ચેઇન કબજે કરી સદરી ઇસમ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ પકડી અટક કરેલ છે.

સદર આરોપી પાસેથી મળી આવેલ મો.સા. બાબતે ઇ-ગુજકોપ તથા સીટીઝન પોર્ટલમાં ખરાઇ કરતા

સદર મો.સા. બાબતે પોલીસ સ્ટેશનમાં ગુ.૨.નં. ૧૧૨૦૪૦૪૭૨૪૦૦૨૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૭૯(એ)(૧) મુજબ મુજબનો

ચેઇન ચોરીનો તથા રાજસ્થાન બિચ્છુવાડા ખાતે ૦૦૫૦/૨૪ ગુનો રજીસ્ટર થયેલ છે. જે વણશોધાયેલ વાહન/ચેઇન

ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.