એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૦૮/૦૮/૨૦૨૩ ના રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, અમીત ઉર્ફે મામુ ગોરધનભાઇ ખોખરીયા રહે.બાબરા, અમરાપરા વાળાએ બાબરા, નીલવડા રોડ ઉપર આવેલ જી.આઇ.ડી.સી.- ૨ માં યોગીધારા મીની ઓઇલ મીલ પ્લોટ નં.૧૯૧/બી માં મગફળીના ફોફા રાખવાના રૂમમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જે બાતમી હકિકત અન્વયે રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલ છે. તેમજ રેઇડ દરમિયાન મજકુર આરોપી હાજર મળી આવેલ ન હોય તેને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડવાનો બાકી આરોપીઃ-

અમીત ઉર્ફે મામુ ગોરધનભાઇ ખોખરીયા, રહે.બાબરા, અમરાપરા, ખોખરીયા શેરી, તા.બાબરા, જિ.અમરેલી,

→ પકડાયેલ મુદ્દામાલઃ-

ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની મેગડોવેલ્સ નં.૧ કંપનીની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-૩૨૪ કિં.રૂ.૮૬,૧૮૪/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. નિકુલસિંહ રાઠોડ, મનીષભાઇ જાની, તથા પો. કોન્સ. રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી