સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના દાળમિલ રોડ વિસ્તારમાં વધુ એક આત્મહત્યા ની ઘટના બની છે.ત્યારે પરિણિત મહિલા દ્વારા ગળેફાંસો ખાય અને આત્મહત્યા કરી અને જીવન ટૂંકાવી નાખવામાં આવ્યું છે. ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરના દાળમિલ રોડ ઉપર વસવાટ કરતા શક્તિસિંહ ઝાલા ના ત્રણ વર્ષ પહેલા જામનગર ના નમ્રતાબા સાથે લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર નમ્રતાબા શક્તિસિંહ ઝાલાએ ગળેફાંસો ખાય અને આત્મ હત્યા કરી લઈ અને જીવન ટૂંકાવ્યું છે.જેને લઈને તેમના સમગ્ર પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આ અંગે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓ ત્યાં ઘટના સ્થળે દોડી ગયા છે અને લાશને પીએમ માટે પ્રથમ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે.પરંતુ આ મુદ્દે ગાંધી હોસ્પિટલના સ્થાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરાવવામાં આવે તેવી માંગણી ઉદભવતા મૃતક મહિલા નમ્રતા બા ની ડેડબોડીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે મોકલવામાં આવ્યા છે.અને ત્યાં તેમનું પીએમ કરાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે નમ્રતાબાના ત્રણ વર્ષ પહેલા શહેરના દાળમિલ રોડ વિસ્તારમાં રહેતા શક્તિસિંહ ઝાલા સાથે થયા હતા. ત્યારે તેમને સંતાનમાં એક પુત્ર હોવાનો પણ સામે આવ્યું છે ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેમને ગળે ફાંસો ખાય અને જીવન ટૂંકવી લેતા હાલમાં પરિવાર પણ શોક મગ્ન બન્યો છે આ મુદ્દે હાલમાં સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક મહિલાનું પીએમ કરાવવામાં આવ્યું છે..