ગુજરાતમાં વાવેતર થતા હલ્કા ધાન્ય પાકોમાં બાવટો જેવા પાક મોખરાનું સ્થાન ધરાવે છે જેને અંગ્રેજીમાં ફિંગર મીલેટ અથવા આફ્રિકનમીલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પાકમાં પોષક તત્વો ભરપૂર હોય છે વળી બાવટામાં રેસા એટલે કે ફાઈબર વધારે હોવાથી ડાયાબિટીસ તેમજ નબળાઈના રોગમાં ખૂબ લાભદાય છે વળી લોહતત્વ તેમજ કેલ્શિયમ જેવા તત્વો પણ આ પાકમાં અન્ય ધન્ય પાક કરતા વધારે પ્રમાણમાં હોય છે તે મોટાભાગે કુપોષણ અને શારીરિક નબળાઈ દૂર કરવા માટે ઉપયોગ થાય છે
ચાલુ વર્ષે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારે હોવાથી મહીસાગર જિલ્લામાં સંતરામપુર, ખાનપુર, લુણાવાડા, કડાણા જેવા તાલુકાઓમાં ડુંગરાળ વિસ્તાર તેમજ ઓછા પિયત વાળી જમીનમાં બાવટા નું વાવેતર ખેડૂતો કરતા થયા છે બાવટા ની પાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ ક્લસ્ટર વાઇસ તાલીમમાં મેળવી તેમજ આ વર્ષે મિલેટસ વર્ષ તરીકે સરકારશ્રીએ જાહેર કરેલ હોવાથી અને આ ધાન્ય પાકોમાં વધારે માત્રામાં પ્રોટીન વિટામિન અને અન્ય તત્વો હોવાથી વધારે ખેડૂતો પોતાના જમીનમાં આ ખેતી તરફ કરવા માટે પ્રેરાયેલા છે
તેમજ લોકોને પોતાને સ્વાસ્થ્ય અંગે સભાનતા પણ વહેલા મોડી આવી ગઈ છે આ ખેતીમાં અન્ય કોઈ ખાતર તેમજ દવાનો ઉપયોગ નહીવત થતો હોવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે છે તેમજ અત્યારે બાવટાનો ઉપયોગ બેકરી તેમજ અન્ય બનાવટો માં પણ થાય છે હાલ ખેડૂતો તેનો ધરું વાવીને ફેર રોપણી કરે છે આ વિગતોની માહિતી મેળવવા સંતરામપુર તાલુકાના સાતકુંડા વિસ્તારમાં આત્મા ની કલસ્ટર ના અધિકારી કર્મચારીઓ એ મુલાકાત કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા તેમજ આ અંગે માર્ગદર્શન ની આપ લે પણ કરી અને ખેડૂતો દ્વારા બીજામૃત જેવા આયામ નો ઉપયોગ કરી વાવેતર કર્યું એ નિહાળ્યું. આગામી વર્ષોમાં બાવટો તેમજ અન્ય મિલિટ્સ જેવા કે રાજગરો બંટી સામો જેવા પાકોનું પણ વાવેતર વધશે તેવી આશા દર્શાવે છે