વઢવાણ શહેરમાં કંસારા જ્ઞાતિ દ્વારા દરેક ઉત્સવ ઉત્સવ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં અધિકમાસ ચાલી રહ્યો છે તેવા સમયે વઢવાણ ખાતે આવેલા શ્રી ગોપાલલાલ મંદિર ખાતે કલાત્મક બનાવવામાં આવતા હિંડોળાને સજાવટ કરવામાં આવી રહી છે જેમાં આ સેવા યજ્ઞ માં કંસારા પદમશીભાઈ તેમજ અશોકભાઈ જયંતીલાલ છોટા લાલ રણછોડદાસ હિતેશભાઈ જયંતીલાલ કિર્તીભાઈ સુરેશભાઈ સહિતના અનેક યુવાનો અને વડીલો દ્વારા તેમની આગેવાની નીચે અધિક માસમાં હિંડોળાની સજાવટ કરી અને ભાવિકો માટે અવનવા હિંડોળાના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવે છે ત્યારે મોટી માત્રામાં હિંડોળા દર્શન નો લાભ ભાવિકો લઈ રહ્યા છે.