પ્રવેશ: બનાસકાંઠાની 309 સ્કૂલોમાં 1958 બેઠકો ઉપર આરટીઇ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ

બનાસકાંઠામાં આરટીઇ એક્ટ અંતર્ગત ધોરણ-1 માં પ્રવેશ માટે 10 એપ્રિલથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વાલીઓ 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ વખતે વાલીઓએ પાન કાર્ડની વિગતો આપવી પડશે.આઇટી રીર્ટન ના ભરતા હોય તો સેલ્ફ ડીકલેરેશન કરવું પડશે. જિલ્લાની 309 સ્કૂલોમાં 1598 બેઠકો પર ધોરણ 1 માં આરટીઇ હેઠળ પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જિલ્લા પ્રાથમિક વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 33 બેઠકોમાં વધારો થયો છે. આરટીઇના પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે 9 એપ્રિલ સુધીમાં વાલીઓએ જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણના પુરાવા, જાતિનો દાખલો, આવકનો દાખલો તથા ઈનકમટેક્સ રિટર્ન એકત્ર કરાયા હતા. ડોક્યુમેન્ટ એકત્ર કરી લીધા બાદ 10 એપ્રિલથી.

​​​​​​​ઓનલાઈન ફોર્મ ભરવા માટે વાલીઓને 13 દિવસનો સમય મળશે.23 એપ્રિલ દરમિયાન જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી મંજૂર તથા નામંજૂર કરવામાં આવશે.જે અરજી નામંજૂર થઈ હશે તેમને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તક અપાશે. વાલીઓ 25 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે. ડોક્યુમેન્ટની જિલ્લા કક્ષાએ 29 એપ્રિલ સુધીમાં ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.