'નારી વંદન ઉત્સવ' સપ્તાહ અંતર્ગત વઢવાણ તાલુકા પંચાયત ખાતે 'મહિલા નેતૃત્વ દિવસ' દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ નેતૃત્વ કરતી મહિલાઓનું મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.તાલુકા વિકાસ અધિકારી અર્પણ ચાવડાએ દ્વારા મહિલાઓમા શિક્ષણનું સ્તર વધારવા સહીતની બાબતો પર માર્ગદર્શન આપ્યું હતુ. વઢવાણ સી.ડી.પી.ઓ. પ્રિતીબેન નાગપરાએ મહિલા નેતૃત્વ દિવસ વિશે ઉદબોધન કર્યું હતુ. ખેતીવાડી વિસ્તરણ અધિકારી દિનેશભાઈએ પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર ભરતભાઈ ડાભી દ્વારા મહિલાલક્ષી કાયદા વિશે તેમજ જલ્પાબેન ચંદેશરા દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી વિવિધ યોજનાની માહિતી તેમજ વિવિધ સ્થળોએ થઈ રહેલા નારી વંદન ઉત્સવ ઊજવણીની માહિતી પણ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નારી વંદન ઉત્સવ અંતર્ગત દરેક તાલુકા કક્ષાએ મહિલા નેતૃત્વ દિવસ કાર્યક્રમની ઉત્સાહભેર ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પંચાયત વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં 'નારી વંદન ઉત્સવ' અંતર્ગત એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજ ખાતે 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી કરાઈ : 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી નિમિતે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-2013 વિશે જાગરૂકતા સેમીનારનું આયોજન કરાયું 'નારી વંદન ઉત્સવ' સપ્તાહ અંતર્ગત એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-2013 વિશે જાગરૂકતા સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.