લીંબડી તાલુકાના એક ગામની સગીરાને પાટડી તાલુકાના કામલુપર ગામનો શખસ ભગાડી ગયો હતો. સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. પાણશીણા પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. સગીરાના ભગાડી તેની સાથે દુષ્કર્મ કરનાર શખસને લીંબડી કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા સાથે આર્થિક દંડ ફટકાર્યો હતો જો દંડની રકમ ન ભરે તો વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે.લીંબડી તાલુકાના એક ગામની સગીરાને પાટડી તાલુકાના કામલુપર ગામનો ભરત કલા રાઠોડ તા.24 ડિસેમ્બર 2017ના રોજ ભગાડી ગયો હતો. 16 વર્ષ અને 3 માસની સગીરા સાથે ભરત રાઠોડે દુષ્કર્મ કર્યું હતું. સગીરાના પરિવારજનોએ આ અંગે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે અંગેનો કેસ લીંબડી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કે.બી.શાહે આરોપી ભરત રાઠોડને સજા અપાવવા ધારદાર દલીલો સાથે 28 મૌખિક અને 30 દસ્તાવેજી પુરાવા રજૂ કરી ગુનો પુરવાર કર્યો હતો. બચાવ પક્ષના વકીલ એન.એલ.મકવાણાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી નાની વયનો છે. 6 વર્ષથી કસ્ટડીમાં છે.તેનો ગુનાહિત ઇતિહાસ નથી સાથે ગરીબ હોવાથી ઓછી સજા કરજો. ફરિયાદી પક્ષના વકિલ કિરણભાઈ શાહે રજૂઆત કરી હતી આરોપીએ સગીરાને ભગાડી દુષ્કર્મ કર્યું હતું તે ગુનો સાબિત થયો છે. સમાજમાં દાખલો બેસાડવા માટે મહત્તમ સજા ફટકારવી જોઈએ. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ પોક્સો જજ મમતાબેન ચૌહાણે આરોપી ભરત રાઠોડને 10 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं